Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

બાળકીના બળાત્કારીને ૧૬૯ ફટકાની સજા, મારવાનું શરૂ કરતા જ ઢળી પડ્યોઃ દવા આપી ફરી ફટકાર્યો

જુગાર રમતા પકડાય, દારૂનું સેવન કરતા પકડાય, બળાત્કારનો આરોપ હોય આવા ઘણા બધા કેસમાં કોડા મારવાની સજા કરવામાં આવે છે

એક નાનકડી બાળકી પર બળાત્કારના કેસમાં પકડાયેલા આરોપીને પોલીસે ફટકાં મારવાનું શરૂ કરતા આરોપી ઢળી પડયો હતો અને તેણે પોલીસને વિનંતી કરતા કોડા મારવાની સજા ઘટાડવામાં આવી અને તેને મેડિકલ સારવાર આપવામાં આવી. પરંતું રોની સાજો થયો તો પોલીસે ફરી ફટકાર્યો તો રોની બેભાન થઇ ગયો હતો.

 વાત ઇન્ડોનેશિયાની છે, આ દેશમાં ૧૯ વર્ષના રોમી નામના વ્યકિતની બાળકી પર બળાત્કારના કેસમાં ધરપકડ થઇ હતી અને તેને ૧૬૯ કોડા ફટકારવાની સજા થઇ હતી.પણ પોલીસે રોનીને મારવાનું શરૂ કર્યું ત્યાં તે ઢળી પડયો હતો. પોલીસને તેણે અટકી જવા વિનંતી કરી હતી. થોડી વાર માટે રોનીને મેડિકલ સારવાર આપવામાં આવી હતી. પોલીસે ૧૬૯ કોડા ફટકારવાની સજાને બદલે ૧૪૬ કોડા કરી નાંખી હતી.મેડિકલ સારવાર આપ્યા બાદ પોલીસે રોનીને ફટકારવાનું શરૂ કર્યું તો તે બેભાન થઇ ગયો હતો.

ઇન્ડોનેશિયમાં આ વર્ષની શરૂઆતમાં બાળકી પર બળાત્કારના કેસમાં રોનીની ધરપકડ કરવામાં આવી હતી. ઇન્ડોનેશિયાના આચેમાં ઇસ્લામિક શરીયા કાનૂન લાગુ કરવામાં આવ્યો છે. ઇન્ડોનેશિયાનોઆ એક માત્ર વિસ્તાર છે જયાં શરિયા કાનુન અમલમાં છે.આચેમાં ૫૦ લાખની વસ્તી છે અને તેમાંથી ૯૮ ટકા આબાદી મુસલમાનોની છે. ઇન્ડોનેશિયા સરકારે ૨૦૦૧માં આ વિસ્તારને સ્વાયત્ત્।ા આપી હતી ત્યારથી અહીં શરીયા કાનૂન લગાવવામાં આવે છે.

 રોની જેવો ઢળી પડયો એટલે તેને મેડિકલ સેન્ટરમાં લઇ જવામાં આવ્યો. રોનીને ૧૬૯ બેંત યાને કોડાની સજા મળવાની હતી. પરંતુ તેના સ્વાસ્થયની હાલત જોતા તેની સજા ઘટાડીને ૧૪૬ બેંત કરી દેવામાં આવી.ડોકટરે કહ્યું કે જયારે રોનીને ૫૨ ફટકાં પડયાં ત્યારે તેની કમર પર ઘણા ફોલ્લાંઓ પડી ગયા હતા.જો વધારે ફટકાં પડતે તો તેની રકતવાહિની ફાટી જતે અને તેની હાલત વધારે ગંભીર થઇ જતે.ડોકટરનું કહેવું હતું કે હમણાં તેની સજા મોકુફ રાખવી જોઇએ, તે સાજો થાય ફરી સજા કરવી જોઇએ.

 ઇન્ડોનેશિયાનો આચે પ્રદેશ એક માત્ર વિસ્તાર છે જયાં ઇસ્લામિક શરીયા કાયદો લાગુ છે. ઘણા બધા ક્રાઇમના કેસમાં જાહેરમાં કોડાની સજા ફટકારવામાં આવે છે. જુગાર રમતા પકડાય, દારૂનું સેવન કરતા પકડાય, બળાત્કારનો આરોપ હોય આવા ઘણા બધા કેસમાં કોડા મારવાની સજા કરવામાં આવે છે.અને પણ કોડા પણ સખત રીતે ફટકારવામાં આવે છે. કાચો પોચો આરોપીના તો બે- પાંચ ફટકામાં જ રામ રમી જાય.

(9:47 am IST)