Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

ઇરાકમાં ઈરાની દૂતાવાસની બહાર હિંસા: 50 પોલીસકર્મી ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: ઇરાકના દક્ષિણી શહેર નજફમાં પ્રદર્શનકારીઓએ ઈરાની દૂતાવાસની બિલ્ડિંગમાં આગ લગાવીને કરેલ પ્રદર્શનમાં 47 સુરક્ષાકર્મીઓને ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે. નજફના ગવર્નર લુય યાસિરે વાતની જાણકારી આપી છે.

           મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  પ્રદર્શનકારીઓ અને સુરક્ષાબળો વચ્ચે થયેલ ઝડપમાં 80 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે જેના પછી અધિકારીઓએ વિસ્તારમાં કર્ફ્યુ લગાવી દીધી હતી. પ્રદર્શનકારીઓએ ઈરાન દૂતાવાસની બિલ્ડિંગમાં આગ લગાવી દીધી હતી તથા 47 સુરક્ષાબળ પણ તેમની સાથે ઝડપ દરમ્યાન ઈજાગ્રસ્ત થયા હતા.

(6:21 pm IST)