Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

ગટરના પાણીમાંથી બનાવી બીયર: માર્કેટમાં મુકાતા જ ફટાફટ વેચાઈ ગઈ :થઇ ગઈ 'આઉટ ઑફ સ્ટૉક'

તમામ બિયરની બોટલો વેચાઈ ગઈ : લોકોમાં સતત વધતી માંગ

સ્વીડનમાં ગટરના પાણીને રિસાઇકલ કરીને બીયર બનાવવામાં આવી છે. આ બીયરને દુનિયાની જાણીતી કંપની કાર્લ્સબર્ગ, ન્યૂ કાર્નેગી બ્રુઅરી અને IVL સ્વીડિશ એનવારમેન્ટલ રિસર્ચ ઈંસ્ટીટ્યૂટે તૈયાર કરી છે. રસપ્રદ વાત એ છે કે, ગટરના પાણીમાંથી અત્યાર સુધીમાં જેટલી પણ બીયર બનાવવામાં આવી, તેમાંથી છ હજાર લિટર બીયર બજારમાં વેચાઇ પણ ગઈ છે.

   તેમનું કહેવું છે કે, સામાન્ય લોકોના મનમાં રીસાઇકલ્ડ પાણી પીવા બાબતે મનમાં ઘણા વહેમ હોય છે અને તેમના મનમાંથી આ બધા વહેમ દૂર કરવા માટે જ આ તૈયાર કરવામાં આવ્યું છે. PU:REST નામથી બનાવવામાં આવેલ આ બીયર એટલી બધી ફેમસ થઈ ગઈ છે કે, લોકોમાં તેની માંગ સતત વધી રહી છે.

   સ્વીડિશ એક્સપર્ટે નાળાના પાણીને સાફ કરવા માટે ઘણી પ્રક્રિયાઓનું ધ્યાન રાખ્યું છે. આ માટે એકદમ બારીક ચારણીની સાથે-સાથે ROની પણ મદદ લીધી છે, પાણીને સાફ કર્યા બાદ તેને લેબમાં ટેસ્ટ કરવામાં આવ્યું અને પછી જ તેને બીયર બનાવતી કંપનીને આપવામાં આવ્યું. ત્યારબાદ પાણીને હૉટ બીયરના રૂપમાં તૈયાર કરવામાં આવ્યું

(12:30 pm IST)