Gujarati News

Gujarati News

News of Thursday, 28th November 2019

રશિયામાં વધુ દુધ આપે એ માટે ગાયોને વર્ચ્યુઅલ રિયલિટી હેડસેટ પહેરાવાયા

મોસ્કો તા. ૨૮: એવું કહેવાય છે કે ગાયો ખુશ રહે અને હરિયાળીની વચ્ચે રહે તો તે વધુ દૂધ આપે છે. હવે જ્યારે દૂધ આપતી ગાયોની ફેકટરીઓ બનવા લાગી છે ત્યારે ગાયોને કુદરતી વાતાવરણમાં હરવા-ફરવા અને ચરવા મળે એવું વાતાવરણ તો રહ્યું જ નથી. એવામાં હવે તેમને કૃત્રિમ રીતે કુદરતી વાતાવરણ પૂરું પાડવાનો કીમિયો અજમાવવામાં આવી રહ્યો છે. મોસ્કો શહેરની બહાર રુસમોકોલો ડેરી ફાર્મ છે જ્યાં ગાયોને વર્ચ્યુઅલ રિયાલિટી હેડસેટ પહેરાવવામાં આવે છે. ફાર્મના માલિકનું કહેવું છે કે આ હેડ્સેટ થકી ગાયોને હરિયાળીનાં દૃશ્યો દેખાડવામાં આવે છે. એની સાથે ફાર્મમાં શાંત સંગીત વાગતું રહે છે જેને કારણે ગાયો કાર્મની વચ્ચે હોવા છતાં રિલેકસ્ડ અને ખુશનુમા ફીલ કરી શકે છે. માલિકનો તો દાવો પણ છે કે આ હેડસેટ વાપરવાનું શરૂ કર્યા પછી ગાયોની ઉત્પાદકતા પણ વધી ગઈ છે. દરેક ગાયને જે હેડસેટ પહેરાવવામાં આવે છે એ પહેલાં તેમની આંખનું વિઝન ચેક કરીને એ મુજબ વિડિયોની બ્રાઇટનેસ એડજસ્ટ કરવામાં આવે છે. આ ખેડૂતભાઈનું જોઈને હવે મોસ્કોના બીજા ફાર્મવાળાઓ પણ એનું અનુકરણ કરવાનું વિચારી રહ્યા છે. ફાર્મમાં મંદ મંદ કલાસિકલ મ્યુઝિક વાગતું રહે એવી વ્યવસ્થા ગોઠવેલી હોય એવા ખેડૂતોની સંખ્યા તો રશિયામાં અધધધ છે.

(11:36 am IST)