Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

રોમાનિયાઃ દુનિયાનો એકમાત્ર એવો દેશ જયાં ૯૬ ટકા વસ્તી પાસે છે પોતાનું ઘર

૧૯૯૦ સુધી સરકાર પાસે હતા ૭૦ ટકા એપાર્ટમેન્ટ

બુખારેસ્ટ તા. ર૮ : રોમાનિયા દુનિયાનો એકમાત્ર એવો દેશ છે જયાં સૌથી વધુ લોકો પાસે પોતાનું ઘર છે, યુરોરેસ્ટ જેટા મુજબ ૯૬ ટકા રોમાનિયાઇ આબાદી ખુદના ઘરમાં રહે છે. અહી સરકારી નીતિઓ અને ભાડાનું ઘર ખરીદવાના ઓછા મોકા અને સામાજિક દબાવના કારણે લોકો ઘર ખરીદવાને વધુ મહત્વ આપે છે.

રોમાનિયાના શહેરી વિકાસ યોજનાના એકસ્પર્ટ અને પ્રોફેસર બોગદાન સુદિતુએ જણાવ્યું કે દેશમાં ૧૯૯૦માં સામ્યવાદી શાસનનો અંત થયો ત્યાં સુધી સરકારના આધિપત્યમાં દેશના ૭૦ ટકા એપાર્ટમેન્ટ હતા. જયારે સરકારે એપાર્ટમેન્ટ વેચવાનું શરૂ કર્યું ત્યારે ખરીદદારોનું જાણે પુર આવ્યું એ  સમયે સરકારે કરન્સીને મુલ્ય ઘટાડયું હતુ. ઘરની કિંમત પણ ઓછ હતી.

૧૯૯૧માં એક લાખ લિયુ (રોમાનીયાની કરન્સી)માં ઘર મળી જતું હતું ૧૯૯૪માં તો કલર ટીવીની કિંમતમાં ઘર મળી જતું હતું રોમાનિયામાં ઘર તો સસ્તા હતા જે સાથે-સાથે સરકારે૧૯૯૬ બાદ સાર્વજનિક આવાસ યોજનામાં ઘર બનાવવાનું ઘાટડી દીધું હતું જેના કારણે લોકોમાં પ્રાઇવેટ સંપતિ ખરીદવાનું પ્રચલન વધ્યું હતું.

રોમાનિયામાં હંમેશા ઘર ખરીદવાનું પ્રચલન રહ્યું છે અહી તમને દરેક વ્યકિત પ્રોપર્ટી ખરીદવાનો આઇડિયા જ આપશે. તમારા માતા-પિતા પણ તેમને આમ કરવાનું જ કહેશે ઘર ખરીદવા માટે બેન્ક તમને સસ્તી લોન પણ ઓફર કરશે બિલ્ડર્સ પણ તમને સસ્તું ઘર ખરીદવાના ઉપાય જણાવશે. રોમાનિયામાં કોઇ પણ વ્યકિત તમને જણાવશે કે ઘર કેવી રીતે ખરીદી શકાય છે.

સરકારે ર૦૦૯માં એક યોજના પણ બહાર પાડી તે પણ લોકો માટે ઘર ખરીદવા મદદરૂપ થઇ સરકારની આ પોલીસી રિયલ એસ્ટેટમાં બુમ લાવી દેતી હતી. લોકોને આ યોજનાથી પાંચ ટકા એડવાન્સ પેમેન્ટ પર લોન મળવા લાગી. ઘણા બીજા કિસ્સા પણ સામે આવ્યા રોમાનિયામાં ભાડે ઘર લેવામાં મુશ્કેલી થાય છે. કેમ કે અહી કોઇ કાનુની જોગવાઇ નથી આ પણ એક કારણ છે કે લોકો પોતાનું ઘર ખરીદવાામં જ રસ દાખવે છે.(૬.૧૬)

(3:49 pm IST)