Gujarati News

Gujarati News

News of Wednesday, 28th November 2018

તાવડી પર બનેલ રોટલી ખાવાથી સ્વાસ્થ્યને અનેક લાભ

આધુનિક જીવનશૈલીના કારણે માટીના વાસણ ધીમે-ધીમે ચલણમાંથી બહાર નીકળી ગયા છે. પરંતુ, હાલ પણ તાવડી (માટીનો તવો) શહેરોમાં પણ અમુક ઘરોમાં જોવા મળે છે. આયુર્વેદમાં એ વાત કહેવામાં આવી છે કે ભોજનને આગ ઉપર ધીમે-ધીમે પકાવવુ જોઈએ. પરંતુ, સ્ટીલ અને એલ્યુમિનિયમના વાસણમાં ખોરાક ઝડપથી પાકી જાય છે. જ્યારે માટીના વાસણમાં ખોરાક ધીમી આંચ ઉપર તૈયાર કરવામાં આવે છે. તેનાથી ખોરાક સ્વાદિષ્ટ અને પોષ્ટિક બને છે.

સ્વાદિષ્ટ અને પોષ્ટિક : માટીની તાવડી પર બનેલ રોટલી સ્વાદિષ્ટ અને પોષ્ટિક હોય છે. લોટ માટીના તત્વોને અવશોષિત કરી લે છે. જેનાથી તેની પોષ્ટિકતા વધી જાય છે.

ગેસ : માટીની તાવડી પર બનેલ રોટલી ખાવાથી ગેસની સમસ્યાથી છુટકારો મળે છે. જો તમને પણ આખો દિવસમાં ઓફિસમાં બેસી રહેવાથી ગેસની સમસ્યા છે, તો માટીની તાવડીમાં બનેલ રોટલીનું સેવન કરો.

કબજીયાત : આજકાલના દોડધામભર્યા જીવન અને બદલતી જીવનશૈલીના કારણે કબજીયાતની સમસ્યા એ એક સામાન્ય વાત બની ગઈ છે. જે વ્યકિતને કબજીયાતની સમસ્યા હોય, તેને તાવડીની બનેલ રોટલી ખાવાથી આરામ મળે છે.

આ વાતોનું રાખવુ ધ્યાન : માટીની તાવડીને તેજ આંચ ઉપર રાખવાથી તે ચુસ્ત થઈ જાય છે. ઉપરાંત એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવુ કે માટીની તાવડીનો ઉપયોગ કરતી વખતે તે પાણીના સંપર્કમાં ન આવે. રોટલી બનાવ્યા બાદ તાવડીને કપડાથી સાફ કરવી.

માટીની તાવડી જ કેમ?

જાણકારી અનુસાર, માટીની તાવડીમાં રોટલી બનાવવાથી એક પણ પોષકતત્વ નષ્ટ થતા નથી. જ્યારે એલ્યુમિનીયમના વાસણમાં બનેલ ખોરાકમાં ૮૭ ટકા પોષકતત્વો નષ્ટ થઈ જાય છે.

(10:18 am IST)