Gujarati News

Gujarati News

News of Monday, 28th October 2019

ચીનમાં 5.0ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: ચીનના ઉત્તર-પશ્ચિમી શિનજિયાંગ ઉઇગર વિસ્તારમાં રવિવારના રોજ ભૂકંપના મધ્યમ  સ્તરના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે. ચીન ભૂકંપ નેટવર્ક કેન્દ્ર સીએનસીએ આપેલ માહિતીમ ઉજબ જાણવામાં આવી રહ્યું છે કે  ભૂકંપની તીવ્રતા 5.0ની આંકવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર 41.21 ડિગ્રી ઉતરી અક્ષાંશ અને 78.82 ડિગ્રી પૂર્વી દેશાંતરમાં જમીનની અંદર 11 કિલોમીટર નીચે હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:16 pm IST)