Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

ગીનીસ બુકમાં નોંધાયુ છે નામ

આ કૂતરાનાં દુનિયામાં સૌથી લાંબા કાન છે

ન્યુયોર્ક, તા.૨૮: આ દુનિયા વિચિત્ર વસ્તુઓથી ભરેલી છે. અહીં કયારે, તમે શું સાંભળી અને જોઈ શકો છો, કશું કહી શકાય નહીં? કયારેક આવું સત્ય અચાનક સામે આવે છે, જેના વિશે જાણીને લોકો સ્તબ્ધ થઈ જાય છે. આવો જ એક વિચિત્ર કિસ્સો અમેરિકાથી પ્રકાશમાં આવ્યો છે, જયાં એક કૂતરો આજકાલ ચર્ચાનો વિષય બની ગયો છે.

હવે તમે વિચારતા હશો કે કૂતરો અને ચર્ચાનો વિષય? તો ચાલો તમને જણાવી દઈએ કે આ કૂતરો કોઈ સામાન્ય નથી, પરંતુ સામાન્ય કૂતરાથી તદ્દન અલગ છે અને તેનું નામ ‘Guinness Book of World Records’ માં નોંધાયેલું છે. તો આવો જાણીએ આ કૂતરાની વિશેષતા શું છે? મળતી માહિતી મુજબ, આ કૂતરાનું નામ લૂ(Lou) છે. લૂની ઉંમર ત્રણ વર્ષ છે. તે મૂળ અમેરિકાનાં ઓરેગોનનો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લૂ નાં કાનની લંબાઈ આ પૃથ્વી પર જીવતા તમામ કૂતરાઓમાં સૌથી વધારે છે. જેના કારણે તેનું નામ Guinness Book of World Records માં નોંધાયેલું છે. રેકોર્ડ મુજબ, લૂ નાં કાનની લંબાઈ ૧૩.૩૮ ઇંચ છે. હાલમાં, લૂ માનવ મિત્ર પેગ ઓલ્સેન સાથે રહે છે. પેગ કહે છે કે તે જાણતો હતો કે તેનો કાન દ્યણો લાંબો છે, પરંતુ તેને કયારેય માપ્યો નથી અને કયારેય અપેક્ષા પણ કરી નથી કે તે World Record બનાવશે.

ઓલસેન કહે છે કે, મેં પહેલી વાર લૂને જોયો ત્યારે મેં તેને દત્તક લેવાનું નક્કી કર્યું. તેણે કહ્યું કે, તેણી હંમેશા તેના કાન પર ધ્યાન આપે છે. પરંતુ, જયારે કોરોના સમયગાળા દરમિયાન લૂનાં કાન માપવામાં આવ્યા ત્યારે તે ચોંકી ગઇ. કારણ કે, તેના કાનની લંબાઈ ૩૪ સેન્ટિમીટર એટલે કે ૧૩.૩૮ ઇંચ હતી. આલમ એ છે કે લૂ લાંબા કાન વિશે દ્યણી ચર્ચામાં આવી ગઇ છે. જે પણ તેને મળે છે તે તેના કાનને સ્પર્શ કરવા માંગે છે. હવે લૂ કોઈ સેલિબ્રિટીથી ઓછી નથી. તેણે દ્યણા ડોગ શોમાં ભાગ લીધો છે. આ ઉપરાંત, તેણે અમેરિકન કેનલ કલબ અને રેલી ઓબ્સિડિયનમાં ટાઇટલ પણ જીત્યા છે, જેના કારણે તેની લોકપ્રિયતા વધુ વધી છે. તો શું તમે કયારેય કૂતરાનાં આટલા મોટા કાન જોયા છે? કોમેન્ટ કરી તમારો જવાબ અમનેે મોકલાવી શકો છો.

(10:27 am IST)