Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

મેક્સિકોના એક બારમા ગોળીબારીની ઘટનામાં 4 મહિલાઓ સહીત 11ના મૃત્યુ

નવી દિલ્હી:ગુઆનજુઆતોના એક બારમા રવિવારના રોજ એક બંદૂકધારીએ અચાનક શરૂ કરેલ ગોળીબારીની ઘટનામાં ચાર મહિલા સહીત 11 લોકોના મૃત્યુ નિપજ્યા છે. સરકારી અભિયોજકોએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  જરાલ ડેલ પ્રોગ્રેસો શહેર નજીક આવેલ બારમા ગોળીબારી થઇ હતી.

       આ વિસ્તારમાં મિકોએકેન રાજ્યની સીમાની નજીક છે તેમજ જાલીસ્કો ગિરોહ માટે આ સ્થળ છે જે ગુઆનાતોમાં આવવા માંગે છે ત્યાં ગોળીબારીની ઘટના વધુ થતી હોવાનું માલુમ પડી રહ્યું છે. મૃતકોમાં ચાર મહિલા સહીત 11 અન્ય લોકોનો સમાવેશ થઇ રહ્યો છે. આ હુમલા પાછળનું કારણ હજુ સુધી જાણવામાં આવ્યું નથી.

(5:57 pm IST)