Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

ઓસ્ટ્રેલિયા,જર્મની સહીત સ્વિટ્ઝર્લેન્ડમાં એક મહિના પહેલા જ શરૂ થઇ ગયો શિયાળો

નવી દિલ્હી: સામાન્ય રીતે ઓસ્ટ્રિયા, જર્મની અને સ્વિટ્ઝર્લેન્ડમાં ઓક્ટોબરના અંતથી શિયાળો શરૂ થાય છે. આ દરમિયાન ઠંડીનું આગમન સામાન્ય હિમપાતથી થાય છે પણ આ વર્ષે યુરોપના આ ત્રણેય દેશમાં શિયાળો 1 મહિનો વહેલો બેસી ગયો છે. શનિવારે આલ્પ્સ પર્વતના પહાડી વિસ્તારો, રસ્તા અને રહેણાક વિસ્તારોમાં બરફની ચાદર પથરાઇ ગઇ. આ વિસ્તારોમાં 10 ઇંચ સુધી બરફવર્ષા થઇ. તાપમાન પણ માઇનસ 2 ડિગ્રી સુધી પહોંચી ગયું. આ અત્યાર સુધીનો રેકોર્ડ છે કે શિયાળો શરૂ થતાં જ ક્યારેય આટલી બરફવર્ષા નથી થઇ. સ્વિટ્ઝર્લેન્ડના હવામાન વિભાગ અને જર્મનીની ઇન્સ્ટિટ્યૂટ આૅફ મેટેરોલોજીના વિજ્ઞાનીઓએ જણાવ્યું હતું કે કોરોનાકાળ દરમિયાન લોકો ઘરમાં કેદ રહ્યા. આ દરમિયાન પ્રકૃતિમાં હકારાત્મક ફેરફાર જોવા મળ્યા.આલ્પ્સ પર્વતના મોટા ભાગના વિસ્તારોમાં રાત્રે બરફવર્ષા થઇ. સવારે લોકો ઊઠ્યા ત્યારે આસપાસના વિસ્તારોમાં જામેલો બરફ જોઇને ચોંકી ગયા.

(5:55 pm IST)