Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

પાકિસ્તાનના કરાંચીમાં ભારે વરસાદના કારણે અફડાતફડી: ત્રણ લોકોના મોત

નવી દિલ્હી: પાકિસ્તાનના કરાચી શહેરમાં વિભિન્ન વિસ્તારમાં વીજળીના કડાકા સાથે થયેલ મુશળધાર વરસાદના કારણે અફડાતફડી મચી જવા પામી છે. વરસાદના કારણોસર ત્રણ લોકો મોતને ભેટ્યા છે  પોલીસ અધિકારીઓએ આપેલ માહિતી મુજબ શુક્રવારના  રોજ ભારે વરસાદના કારણે કરાંચીમાં 3 લોકો મોતને ભેટ્યા છે.

                  ભારે વરસાદના કારણે શહેરમાં લોકોને ખુબજ નુક્શાન થયું છે  રસ્તા પર પાણી ભરાઈ ગયા છે અને મહત્વપૂર્ણ વિસ્તારમાં વીજળી ચાલી જતા લોકોને હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે.

(6:23 pm IST)