Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

આ શ્રીલંકન હાથીને અપાય છે ૨૪ કલાકની સુરક્ષા

મંદિરોની ઉજવણીમાં કરાય છે ઉપયોગ : રાત્રે ઠંડકમાં ૨૫થી ૩૦ કિમી ચાલે છે

કોલંબોઃ ૬૫ વર્ષનો નદુનગુમુવા રાજા લગભગ સાડા દસ ફુટ ઉંચો અને શ્રીલંકાનો સૌથી ઉંચો પાળેલો હાથી છે, જે પોતાના હથીયારધારી રક્ષકો ધરાવે છે. રાજાના માલિકે કહ્યું હતું કે દેશના મંદિરના પર્વોની ઉજવણી માટે જ્યારે તે રોડ પર નીકળે છ ત્યારે સુરક્ષા માટે સરકારે દળ અમને આપેલું છે.

હર્ષા ધર્માવિજય નામના રાજાના માલિકે કહ્યું કે સપ્ટેમ્બર ૨૦૧૫માં એક મોટર સાયકલીસ્ટ રાજા સાથે અથડાતા અથડાતા બચી ગયો હતો .સીસીટીવીના ફુટેજ જોયા પછી સરકારે મારો સંપર્ક કરીને રાજા જ્યારે રોડ પર નીકળે ત્યારે તેની સુરક્ષા માટે સુરક્ષાદળો આપવાની ઓફર કરી હતી.

દેશના ભીડ ભર્યા માર્ગો પરથી રાજા નીકળે ત્યારે તેની સાથે બે મહાવત ઉપરાંત મીલીટરીના સૌનિકો હોય છે. જે રસ્તો કલીયર કરાવતા જાય છે. રાજા બીનઅધિકારીક રીતે રાષ્ટ્રીય સંપતિ ગણાય છે કેમ કે તે બુધ્ધ ધર્મના વાર્ષિક ઉત્સવમાં બુધ્ધના અવશેષો ભરેલી પેટી ઉપાડવા માટે પસંદ કરાયેલ હાથીઓમાંનો એક છે.

આ ઉત્સવ દરમ્યાન તે કેન્ડીના હિલ રીસોર્ટ જેને એસાલા પેગીેઅન્ટ કહેવામાં આવે છે. ત્યાં સુધીનું ૯૦ કિમીનું અંતર કાપે છે. તે મોટા ભાગે રાત્રે ઠંડકમાં ૩૦ કિમીનું ચાલે છે. ઓગસ્ટમાં ઉજવવામાં આવતા આ ઉત્સવમાં ૧૦૦ જેટલા હાથીઓ ઉપરાંત કેટલાય પ્રકારના નૃત્યકારો, આગ ખાનારા અન વાજીત્રો વગાડનાર હોય છે. આ ઉત્સવ પ્રવાસીઓ માટેનું અનેરૂ આકર્ષણ છે.

(3:43 pm IST)