Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

દશ વર્ષની છોકરીના ગળામાં ગાજર ફસાઇ જવાથી તે મૃત્યુ પામી

ન્યુયોર્ક તા ૨૮ : નાના બાળકો નવું-નવું ખાતાં શીખ્યા હોય ત્યારે જો કોળિયાના ટુકડા બરાબર ન હોય તો ગળામાં ફસાઇ જાય એવું બને છે. જોકે અમેરિકાના મેસેયુસેટ્સ રાજયના  વોર્સેસ્ટર શહેરની એક સ્કુલમાં ભણતી મેરિલિન કોરોન્કિચેવા નામની દશ વર્ષની છોકરી અચાનક ગળામાં ગાજર ભરાઇ જવાને કારણે મૃત્યું પામી હતી. પાંચમા઼ ધોરણમાં ભણતી મેરિલિન રિસેસના સમયમાં નાસ્તો કરી રહી હતી અને અચાનક જ તેને ગભરામણ થવા લાગી અને ગળામાં કશુંક અટકી ગયું હોય એવું લાગ્યું. તેની બેચેની વધી ગઇ હતી અને કશું જ ગળી શકતી નહોતી એટલે ઉધરસ ખાઇને ગળુ સાફ કરવા તેની બહેનપણી તેને બાથરૂમમાં લઇ ગઇ. જોકે બાથરૂમમાં ગળુ સાફ કરવાના ઘણા પ્રયત્ન છતાં કંઇ ફરક ન પડયો, અને તે કોલેપ્સ થઇને પડી ગઇ. તરતજ તેની બહેનપણી ટીચર્સને બોલાવી લાવી, તેને ફર્સ્ટ-એઇડ અપાઇ અને ઇમર્જનસી મેડિકલ હેલ્પ પણ લેવામાં આવી, પરંતુ ગળામાં ગાજર ફસાઇ જવાને કારણે તેના શ્વાસ બંધ થઇ ગયા હતા.

(3:35 pm IST)