Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

જાણો આ રસોડાની ખાસિયત

નવી દિલ્હી: બાળપણમાં કદાચ દરેકની એવી આશા હોય છે કે કાશ એવું કોઈ ઝાડ હોય કે તેની ઉપર ચોકલેટ ઉગતી હોય. થોડા મોટા થાઓ એટલે એમ થાય કે કાશ..પૈસા ઝાડ પર ઉગતા હોય તો કેટલું સારું, પરંતુ જ્યારે વાસ્તવમાં વિચારો તો આવી બધી ઈચ્છાઓ પર હસવું આવે. પરંતુ એક વ્યક્તિએ પોતાની ઈચ્છા પૂરી કરવા માટે એવું કામ કર્યું કે જાણીને અચંબિત થઈ જશો. રશિયામાં રહેતા એન્ડ્રી અરેમીવને બીયર પીવાનો ગજબનો શોખ છે. વારંવારની ઝંઝટથી બચવા માટે તેણે ઘરમાં જ બિયરનો નળ લગાવવાની વ્યવસ્થા કરી નાખી. આ સાંભળીને આમ તો આશ્ચર્ય થાય પરંતુ બિલકુલ સાચુ છે.

નળમાંથી નીકળે છે ઠંડી બીયર એન્ડ્રી એરેમીવના રસોડામાં લાગેલા નળમાંથી નીકળે છે ઠંડી બીયર. તમે પણ વિચારતા હશો કે આમ કેવી રીતે બન્યું. આ કોઈ કરામત નહીં પરંતુ તેણે પ્રોસેસ ફોલો કરીને કર્યુ છે. ઘરમાં જેમ ઠંડા અને ગરમ પાણીના નળ કામ કરે છે તે જ રીતે આ બીયરનો નળ કામ કરે છે. એરેમીવના ઘરમાં ત્રીજો નળ બીયરનો છે.

(6:06 pm IST)