Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

સાપે માથું પછાડી પછાડીને કરી આત્મહત્યા

નવી દિલ્હી : માનવી જયારે સૌથી વધારે મુસીબતમાં આવે ત્યારે તેમને કોઈ રસ્તો ન મળે તો તે આત્મહત્યા કરી બેસે છે પરંતુ શું તમે એ જાણ્યું છે કે ક્યારેક કોઈ જાનવરે આત્મહત્યા કરી હોય.હાલમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક સાપ પોતાનું શરીર પછાડી પછાડીને પોતાનો જીવ આપી રહ્યો છે અચાનક આ સાપે પોતાનું માથું પછાડવાનું શરૂ કરી દીધું હતું મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સાપને જયારે અંદરથી ગુસ્સો આવવા લાગે છે ત્યારે તે આ પ્રકારનું વર્તન કરવા લાગે છે.પહેલા તે રસ્તા પર ચાલવા લાગે છે અને ત્યારબાદ રસ્તા પર પોતાનું માથું પછાડવા લાગે છે.

(6:02 pm IST)