Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

આ મહિલા પર આ હદે સવાર થયો ગુલાબી રંગ

નવી દિલ્હી: દુનિયાભરમાં લોકોની પોતાની અલગ પસંદ હોય છે આવી જ એક મહિલા છે જેને ગુલાબી રંગ ખુબજ પસંદ છે તમને આ મહિલા વિષે જાણીને અચરજ લાગશે કેમ કે આ મહિલાને ગુલાબી રંગ એટલો બધો પસંદ છે કે તેમને ગુલાબી રંગનો નશો ચડી ગયો છે અને તેને પિન્ક લેડી ઓફ હોલીવુડના નામથી ઓળખવામાં આવે છે.તે અભિનેતા,સિંગર અને રાઇટર પણ છે તેની ઝીંદગી પણ ગુલાબી રંગની છે.

સેરા નામની આ મહિલાના ઘરમાં કપડાં,વાળ,લિપસ્ટિક,તકિયો,સેન્ડલ,મોબાઈલ,ટેલિફોન,દીવાલ ટૂંકમાં ઘરમાં બધી વસ્તુ ગુલાબી રંગની જ જોવા મળી રહી છે આ જોઈને દેખાઈ રહ્યું છે કે આ મહિલા પર ગુલાબી રંગની કંઈક અલગ પ્રકારનુંજ ભૂત સવાર થયું છે.

(6:01 pm IST)