Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

વધારે પડતા કારેલાનું સેવન લિવર માટે હાનિકારક

કારેલા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી કેટલીય બીમારીઓનું સમાધાન મેળવી શકાય છે. પરંતુ, કારેલા કેટલાક લોકો માટે હાનિકારક પણ હોય છે.

 . વધારે માત્રામાં કારેલા ખાવાથી બ્લડ શુગરનું લેવલ ઓછુ થઈ શકે છે. તેથી જો કોઈ સર્જરી કરેલ હોય તો બે અઠવાડીયા સુધી કારેલાનું સેવન ન કરવુ  જોઈએ.

. જો તમે ફર્ટીલીટી રિલેટેડ મેડિસીન લઈ રહ્યા છો, તો પણ કારેલાનું સેવન ન કરવુ  જોઈએ.

. વધારે કારેલા ખાવાથી લિવરમાં ઈન્ફેકશન પણ થઈ શકે છે.

. કારેલા વધારે ખાવાથી બ્રેસ્ટ ફીડીંગમાં પણ સમસ્યા થઈ શકે છે.

. કારેલા પ્રેગનન્સીમાં પણ નુકશાન પહોંચાડે છે. જેનાથી અર્બોશનની સંભાવના વધી જાય છે.

. કારેલા ખાવાથી માસિક દરમિયાન વધારે બ્લિડીંગ થવાની સંભાવના વધી જાય છે.

. તેમાં રહેલ લેકિટન શરીરમાં પ્રોટીનના અબ્જોર્બશનને ઓછુ કરે છે. તેનાથી માંસપેશીઓ કમજોર થઈ શકે છે.

(10:07 am IST)