Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

એટલે જ પિતા કહેવાય છે ધ રિયલ હિરો !!

પિતા એ બાળકના ભવિષ્યનો એક એવો પુલ હોય છે, જેના પર ચાલીને બાળકો મોટામાં મોટી કઠણાઈઓ પાર કરી જાય છે

પિતા-પુત્રીનો સંબંધ મીઠો હોય છે, જ્યારે પિતા-પુત્રનો સંબંધ થોડો તીખો હોય છે. કહેવાય છે કે, દિકરીઓ પિતાની વધુ નજીક હોય છે. જ્યારે દિકરાઓ સાથે પિતાનો સંબંધ ઉપરથી કડવો અને કઠોર હોય છે, જ્યારે અંદરથી તે પોતાના દિકરાને ખુબ જ પ્રેમ કરે છે. પરંતુ, તે પોતાના દિકરા સાથે કઠોર એટલે રહે છે, જેથી પિતાના પ્રેમથી દિકરા બેદરકાર બનીને ખોટા માર્ગે ન ચડી જાય. કહેવામાં આવે છે કે, જ્યારે પિતાના પગરખા પુત્રના પગમાં આવવા લાગે એટલે પિતા-પુત્રનો સંબંધ મિત્રનો થઈ જાય છે. દિકરાના કેરિયેર અને શિક્ષાની ચિંતા સૌથી વધુ તેના પિતાને જ હોય છે. પિતા-પુત્રના સંબંધ પર અનેક ઉપન્યાસ પણ લખવામાં આવેલ છે અને ફિલ્મો પણ બનેલ છે.

ફિલ્મોમાં પણ બતાવવામાં આવ્યુ છે કે દિકરાને પોતાના પિતાનો કેટલો ડર હોય છે. પિતા સામે આવી જાય તો પણ તે ડરતા હોય છે. પરંતુ, પિતા-પુત્રથી સારો આવો બીજો કોઈ મિત્રતાનો સંબંધ ન હોઈ શકે.

પિતા પોતાના બાળકોના ભવિષ્ય માટે પોતાની યુવાની, ખુશી અને અરમાનોને ભૂલી જઈ રાત-દિવસ કામ કરે છે અને બાળકોને ભણાવે છે. જેથી બાળકો તેના જીવનમાં ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરી સફળ જીવન જીવી શકે.

પિતા પોતાની જીંદગીની બધી સંપત્તિ, બધી કમાણી બાળકોની કારકીર્દી ઘડવામાં લગાડી દે છે. પિતા બાળકોના ભણતરની સાથે બાળકોના લગ્ન માટે પણ બચત કરે છે.

 પિતા પોતાના દિકરાને ખોટા રસ્તે જતા રોકે છે. જ્યારે દિકરીઓને ખરાબ છાયા પડતા બચાવે છે. પિતા એ બાળકના ભવિષ્યનો એક એવો પુલ હોય છે, જેના પર ચાલીને બાળકો મોટામાં મોટી કઠણાઈઓ પાર કરી જાય છે. તેથી જ તો દિકરીઓ પોતાના પિતાને પોતાની જીંદગીનો 'સુપર હિરો' માને છે. પોતાનું સર્વસ્વ બાળકો માટે કુરબાન કરનાર પિતા બધા બાળકો માટે આદર્શ જ હોય છે અને તેના જીવનનો સૌથી મોટો હિરો હોય છે.

(10:07 am IST)