Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

ગુરદ્વારામાં નમાજ

લંડન તા.૨૮: મલેશિયામાં એક ગુરદ્વારામાં એક મુસ્લિમ યુવક નમાજ પઢતો હોય એવો વિડિયો વાઇરલ થયો છે. એ જોઇને લોકોમાં જાતજાતની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક લોકોને આ દ્રશ્યમાં અદ્દભુત ધાર્મિક સોહાર્દ દેખાય છે તો કેટલાકને ઇસ્લામી કાનૂન અને શરિયતની વિરૂદ્ધનું આ કામ લાગતું હોવાથી નિંદા પણ થઇ રહી છે. સિખ ઇનસાઇડ નામના ફેસબુક-પેજ પર આ વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે અને મોટા ભાગના લોકોને આ ઘટના ધાર્મિક સમરસતાનું પ્રતીક લાગે છે. વિડિયો લેનાર વ્યકિતનું કહેવું હતું કે જયારે એક તરફ ગુરદ્વારામાં ગુરબાની ગવાઇ રહી હતી ત્યારે અચાનક આ ભાઇ અંદર આવ્યા અને નમાજ પઢવા લાગ્યા. ગુરદ્વારામાં કોઇએ તેમને એમ કરતાં રોકયા નહોતા.

(3:27 pm IST)