Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં થયેલ વિસ્ફોટમાં એક પોલીસ કર્મીનું મૃત્યુ

નવી દિલ્હી:અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં મંગળવારના રોજ થયેલ એક વિસ્ફોટમાં એક પોલીસ કર્મીનું મૃત્યુ નીપજ્યું છે તેમજ અન્ય બે  કર્મીને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.

      પોલીસ અધિકારી ફિરદૌસ ફરામરજે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બદામના બાગ વિસ્તારમાં સ્થાનિક સમયાનુસાર સવારના સાત વાગ્યાની આસપાસ એક પોલીસની વાન બોંબની ઝપેટમાં આવી હતી જેમાં એક પોલીસ કર્મીનું ઘટનાસ્થળેજ મૃત્યુ નીપજ્યું છે. તેમજ અન્ય બે ને ઇજા પહોંચી હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.

(6:35 pm IST)