Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

અમીર લોકોમાં બ્લડ પ્રેશરનો ભય વધુ હોય છે : ડોકટરોનું સંશોધન

નવી દિલ્હી: અમીર થવુ કોને ગમે? પણ અમીરી દર્દો પણ આપે છે! અમીર કામકાજી પુરૂષોમાં હાઈ બ્લડ પ્રેસરનો ખતરો વધુ હોવાનું એક સંશોધનમાં બહાર આવ્યું છે. અધ્યયનને જાપાની સકર્યુલેશન સોસાયટી (જેસીએસ2020)ની 84 મી વાર્ષિક વૈજ્ઞાનીક બેઠકમાં રજુ કરાયુ હતું.

        ડો.શિંગો યાનાગીયાનુ કહેવુ છે કે એક ડોકટર તરીકે હું જાણવા માગતો હતો કે શું સામાજીક આર્થિક વર્ગની સાથે જોખમ જુદા જુદા હોય છે જે આપણી રોકથામનાં પ્રયાસો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં મદદ મળી શકે. અધ્યયનનાં નિષ્કર્ષ બતાવે છે કે, જાપાની કર્મચારીઓની ઘરેલુ આવક અને ઉચ્ચ હાઈ બ્લડ પ્રેસર વચ્ચે સંબંધ છે.અભ્યાસ મુજબ ઓછી આવકવાળા પુરૂષોની તુલનામાં અધિક આવકવાળા પુરૂષ વર્ગમાં હાઈ બ્લડ પ્રેસરનો ખતરો ડબલ હોય છે.

(6:29 pm IST)