Gujarati News

Gujarati News

News of Saturday, 28th July 2018

વધુ બાળકો ધરાવતી મહિલાઓને જલદી ઘડપણ આવે

પ્રત્યેક બાળકના જન્મ સાથેમહિલાના શરીરના કોષો ઘરડા થવાની પ્રક્રિયા ઝડપી બને છે.

લંડન તા ૨૮ : ઓછામાં ઓછાં ચારથી પાંચ બાળકો ધરાવતી મહિલાઓને ઘડપણ જલદી આવે છે એવું એક સ્ટડીમાં કહેવામાં આવ્યું છે. વધારે પડતી સુવાવડના કારણે મહિલાઓના શરીરના કોષો જલદી વૃદ્ધત્વ પામે છે એવું એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે. રિસર્ચરોના કહેવા મુજબ વધુ બાળકોને કારણે મહિલાઓમાં કેટલાક રોગો પણ થાય છે અને એથી તેમનું આયુષ્ય પણ ટુંકુ હોય છે.  આ સ્ટડી માટે રિસર્ચરોએ વીસથી બાવીસ વર્ષની વયની લગભગ ૩૨૦૦ મહિલાઓને આવરી લઇને કરેલા અભ્યાસનાં તારણો જર્નલ સાયન્ટિફિક રિપોર્ટ્સમાં પ્રકાશિત કરવામાં આવ્યાં હતા. અભ્યાસમાં એમ પણ જણાયું હતું કે હાલમાં જે મહિલાઓ ગર્ભવતી છેતેમના સેલ વધુ યુવાન જણાય છે. પ્રત્યેક બાળક સાથેમહિલાની વય વધતી શોવા છતાં જયારે આ પરીક્ષણ કરવામાં આવ્યું એ સમયે મહિલાઓ ગર્ભવતી હતી તેઓ તેમની વય કતાં વધુ યુવાન જણાતી હતી.

(12:28 pm IST)