Gujarati News

Gujarati News

News of Saturday, 28th July 2018

ફુટબોલ,આઇસ હોકી અને બોકિસંગથી ચિત્તભ્રંશની બીમારી થઇ શકે

ન્યુયોર્ક તા ૨૮ :  ફુટબોલ, આઇસ હોકી અને બોકિસંગ જેવી સ્પોર્ટ્સ રમતી વ્યકિતઓને પાર્કિન્સન્સના પુરોગામી વ્યાધિ જેવા લેવી બોડી-ડિસીઝ થવાની શકયતા રહે છે. અમેરિકામાં કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આવી રમતોમાં માથામાં બોલનો ફટકો વાગે તો એની અસર અગન અને મજ્જાતંતુઓને થાય છે અને એ ચિત્તભ્રંશ માઁટે કારણભૂત બને છે. વારંવાર શરીરમાં ધ્રુજાવી થવી, કામકાજ કરવામાં ધીમી ગતિ થવી અને ચાલવામાં મુશ્કેલી આવે એ લેવી બોડી-ડિસીઝના લક્ષણો છે. આ રોગને કારણે પાર્કિન્સન્સ ડિસીઝ અને લેવી બોડી ડિમેન્શિયા થાય છે. આ બીમારીને કારણે વ્યકિત કે વસ્તુને ઓળખવામાં મુશ્ેકલી, ડિપ્રેશન,ઉંઘ અને દષ્ટિના આભાસ જેવી સમસ્યાઓ થાય છે, બોસ્ટન યુનિવર્સિટીના ન્યુરો-પેથોલોજિસ્ટ થોર સ્ટેઇન અભ્યાસ વિશે જણાવ્યું હતું કે' અમે સંશોધનમાં નોંધ્યું હતું કે વ્યકિત જેટલા વર્ષો સુધી ફુટબોલ, આઇસ હોકી અને બોકિસંગ જેવી રમતો રમે  છે અને કારણે પાર્કિન્સન્સ અને ચિત્તભ્રંશ થવાની શકયતા રહે છે.'

રિસર્ચ-ટીમે ૬૯૪ લોકો પર અભ્યાસ કર્યો હતો. જે લોકો આઠ વર્ષથી ઓછો વખત આવી રમતો રમ્યા હોય તેમને આ પ્રકારનો રોગ થવાનું જોખમ ઓછું હોય છેે, પરંતુ એની સરખામણીમાં જે લોકો આઠ વર્ષ કરતા વધારે રમ્યા હોય તેમને લેવી બોડી-ડિસીઝ થવાનું જોખમ ીગતું વધારે હોય છે.

(12:26 pm IST)