Gujarati News

Gujarati News

News of Saturday, 28th July 2018

નસકોરાથી હાડકા નબળા બને છે

તેજ નસકોરા લેતા લોકોના હાડકા પર ખરાબ અસર પડે છે. નસકોરાથી 'રયુમેટાયડ આર્થરાઈટીસ' થવાનું જોખમ બમણુ થઈ જાય છે. તેની સાથે શ્વાસ સંબંધી બીમારીઓ પણ થઈ શકે છે.  ડૉકટરોનું માનવુ છે કે આવા દર્દીઓની ઉંઘ પૂરી થતી નથી. થાકની સમસ્યા રહે છે. જેને આ સમસ્યા હોય તેઓએ તરત ઈલાજ કરાવવો જોઈએ. (તાઈવાન મેડિકલ યુનિવર્સીટીની શોધ)

એકસપર્ટ : ઓબ્સટ્રકિટવ સ્લીપ એપીનીયામાં, પોતાનું વજન નિયંત્રીત કરો. મોટુ ઓશિકુ (તકિયુ) ન રાખો. જમવા અને સૂવામાં ૨ કલાકનું અંતર રાખો. રાત્રે હળવો ખોરાક લો. નશો ન કરવો. નિયમીત વ્યાયામ કરવાથી ફાયદો રહેશે.

(10:12 am IST)