Gujarati News

Gujarati News

News of Saturday, 28th July 2018

ગરદનની કાળાશને દૂર કરે છે એલોવેરા

બધી છોકરીઓ પોતાના ચહેરાની સુંદરતાને વધારવા માટે કેટલીય બ્યુટી પ્રોડકટ્સનો ઉપયોગ કરે છે. પરંતુ પોતાની ગરદનની સંભાળ લેવાનું ભૂલી જ જાય છે. ધૂળ, માટી અને તડકાના કારણે ગરદન કાળી થઈ ગઈ હોય છે. જે ખૂબ જ ખરાબ લાગે છે. તો જાણી લો ગરદનની કાળાશને દૂર કરવાના ઉપાય.

એલોવેરા : ગરદનની કાળાશને દૂર કરવા માટે એલોવેરા જેલ ખૂબ જ ફાયદાકારક છે. રાત્રે સૂતા પહેલા ગરદન પર ૫ મિનીટ સુધી એલોવેરા જેલથી મસાજ કરો.

ચણાનો લોટ : ચણાના લોટમાં અડધી ચમચી સરસોનું તેલ અને ચપટી એક હળદર મિકસ કરી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને ગરદન પર ૧૫ મિનીટ લગાવો.

બટેટા : તેમાં નેચરલ બ્લીચ હોય છે, જે ત્વચાની કાળાશને દૂર કરે છે. દરરોજ રાત્રે સૂતા પહેલા બટેટાની એક સ્લાઈસ ગરદન પર ઘસો.

(10:12 am IST)