Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

વિટામિન-ડી નું ઓછું પ્રમાણ ધરાવતા લોકોમાં કોવીડ-19થી મૃત્યુનું જોખમ ઓછામાં ઓછું 20 ટકા હોવાની શક્યતા

નવી દિલ્હી: વિટામીન-ડીનું ઓછું પ્રમાણ ધરાવતા લોકોમાં કોવિડ-૧૯થી થતા મૃત્યુનું જોખમ ઓછામાં ઓછું ૨૦ ટકા વધુ હોવાની શક્યતા છે. ઇઝરાયેલની બાર-ઇલાન યુનિવર્સિટીના એઝરિએલી ફેકલ્ટી ઓફ મેડિસિનના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ના સંક્રમણ પહેલાં વ્યક્તિમાં વિટામીન-ડીનું પ્રમાણ ઓછું હોય તો રોગની ગંભીરતા અને મૃત્યુદર પર તેની સીધી અસર થાય છે.

મેડિકલ શેરિંગ સાઇટ MedRxiv પર આ તારણ પ્રકાશિત કરાયા હતા. જેરુસલેમ પોસ્ટના જણાવ્યા અનુસાર અભ્યાસની વિગત મુજબ કોવિડના સંક્રમણ પહેલાં વિટામીન-ડીનું 20 ng/mL ધરાવતા ૨૬ ટકા લોકોનું મૃત્યુ થયું હતું. જ્યારે વિટામીન-ડીનું ઊંચું પ્રમાણ ધરાવતા માત્ર ત્રણ ટકા લોકોનું મોત થયું હતું એવી માહિતી અભ્યાસ સાથે સંકળાયેલા એન્ડોક્રાઇનોલોજી અને ડાયાબિટિસના ડિરેક્ટર આમીર બેશ્કિને આપી હતી. જોકે, વિટામીન-ડી જ મૃત્યુનું કારણ હોવાનો ચોક્કસ પુરાવો અભ્યાસમાં મળી શક્યો ન હતો, પણ બેશ્કિને જણાવ્યું હતું કે, 'અમે જાણીએ છીએ કે, વિટામીન-ડીનું ઓછું પ્રમાણ ધરાવતા લોકોમાં મૃત્યુદર ઊંચો રહ્યો છે. ઉપરાંત, વિટામીન-ડીનું પ્રમાણ ઓછું હોય એવા લોકોમાં રોગની ગંભીરતા પણ વધુ જોવા મળી હતી.'

(6:08 pm IST)