Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

યુરોપમાં બનેલ વેકસિન એસ્ટ્રેજેનાકાનેEU માં મળી મંજૂરી

નવી દિલ્હી: કોરોના વાયરસની બીજી લહેરનો પ્રકોપ ઓછો થઇ ગયો છે. તેનું એક મોટું કારણ વેક્સીનેશન છે. ભારતમાં ઝડપથી વેક્સીનેશન પ્રોગ્રામ ચાલી રહ્યો છે. રોજ હજોરો લોકો વેક્સીન લઇ રહ્યા છે. પણ ભારતમાં SII દ્વારા ઉત્પાદિત કરવામાં આવેલી અને એસ્ટ્રેજેનેકા-ઓક્સફોર્ડ દ્વારા વિક્સાવવામાં આવેલી વેક્સીન કોવિશીલ્ડને હજુ પણ ઘણાં દેશો મંજૂરી આપી રહ્યા નથી.

યૂરોપીય સંઘ(EU)એ પણ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા બનાવવામાં આવેલી કોવિશીલ્ડને ફગાવી દીધી છે. કોવિશીલ્ડને યૂરોપીય બજાર માટે યૂરોપીય મેડિસિન એજન્સી(EMA) દ્વારા મંજૂરી મળી નથી. એવામાં કોવિશીલ્ડની વેક્સીન લેનારા મુસાફરોને યૂરોપીય સંઘનો ગ્રીન પાસ મળશે નહીં. EMAએ માત્ર 4 વેક્સીનોને મંજૂરી આપી છે જેનો ઉપયોગ યૂરોપીય સંઘના સભ્ય દેશો દ્વારા પાસપોર્ટ વેક્સીન પ્રમાણ પત્ર બહાર પાડવા માટે કરી શકાય છે. EMAએ કોમિરનાટી (ફાઇઝર-બાયોએનટેક), મોડર્ના, વેક્સઝેરવિરિયા (એસ્ટ્રાજેનેકા-ઓક્સફોર્ડ), જોનસન એન્ડ જોનસનને મંજૂરી આપી છે. કોવિશીલ્ડ ભારત સહિત ઘણાં નિમ્ન અને મધ્યમ આય ધરાવનારા દેશોમાં આપવામાં આવી રહી છે. જેને WHO દ્વારા મંજૂરી મળી ચૂકી છે. પણ ત્યાર પછી પણ યૂરોપિયન યૂનિયને તેને ફગાવી દીધી છે.

 

(6:07 pm IST)