Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

અમેરિકાએ સીરિયા-ઇરાક બોર્ડર નજીક એર સ્ટ્રાઇક કરી હોવાની માહિતી

નવી દિલ્હી: યુએસ લશ્કરી વિમાનોએ સીરિયા-ઇરાક સરહદ નજીકનાં વિસ્તારોમાં ઈરાન સમર્થિત લશ્કરી જૂથોનાં વિસ્તારને નિશાન બનાવતા તેમના પર હુમલો કર્યો છે. પેન્ટાગોને જણાવ્યું કે, અમેરિકાનાં સૈનિકો અને ઇરાકમાં સુવિધાઓની વિરુદ્ધ ડ્રોન હુમલાનાં જવાબમાં અમેરિકાએ રવિવારે સીરિયા અને ઇરાકમાં ઈરાન સમર્થિત આતંકવાદીઓની વિરુદ્ધ હવાઈ હુમલો શરૂ કર્યો.

પેન્ટાગોને એક નિવેદનમાં જણાવ્યું છે કે, રાષ્ટ્રપતિ બિડેનની સૂચનાથી, અમેરિકાની સૈન્ય દળોએ આજે ​​વહેલી સવારે ઇરાક-સીરિયા સરહદ વિસ્તારમાં ઇરાન સમર્થિત લશ્કરી જૂથો દ્વારા ઉપયોગમાં લેવાતા વિસ્તારો પર રક્ષણાત્મક ચોકસાઇ હવાઈ હુમલો કર્યો. આ ટાર્ગેટની પસંદગી એટલા માટે કરવામાં આવી હતી કારણ કે આ વિસ્તારનો ઉપયોગ ઇરાન સમર્થિત લશ્કર દ્વારા કરવામાં આવે છે જે ઇરાકમાં યુએસ કર્મચારીઓ અને સુવિધાઓ વિરુદ્ધ માનવરહિત હવાઈ વાહન (યુએવી) નાં હુમલા સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ખાસ કરીને, યુનાઇટેડ સ્ટેટ્સ એ સીરિયામાં અને ઇરાકનાં બે સ્થળો પર લક્ષિત, ઓપરેશનલ અને હથિયાર સંગ્રહ સ્થળો પર હુમલા કર્યો હતો, જે બંને તે દેશોની સરહદની નજીક સ્થિત છે.”

(6:06 pm IST)