Gujarati News

Gujarati News

News of Friday, 28th June 2019

ટ્રેડમિલ હોય કે ગાર્ડન, આ બહેન ઊંધાં દોડવામાં જ માને છે અને દોડાવે છે

લંડન તા. ર૮: મોટા ભાગે દોડવાની વાત આવે તો લોકો કેટલી સ્પીડમાં દોડી શકાય છે એની લાયમાં હોય, પણ ઇંગ્લેન્ડના ગ્રેટર મેન્ચેસ્ટરમાં રહેતી શેન્ટેલ ગેસ્ટન-હિર્ડ નામની ૩ર વર્ષની યુવતીને બેકવર્ડ રનિંગનું ઘેલું લાગ્યું છે. સીધેસીધા દોડવાનું બોરિંગ થઇ જતું હોવાથી તેણે પાછા પગે દોડવાનું શરૂ કરેલું. યંગ એજથી જ શેન્ટેલ વર્કઆઉટ માટે જોગિંગ અને રનિંગ કરતી હતી, પરંતુ ર૦૧૩માં કોર્પોરેટ કંપનીમાં ટીમબિલ્ડિંગ એકસરસાઇઝ તરીકે તેમને બેકવર્ડ રનિંગ કરાવવામાં આવ્યું અને તેને બહુ મજા પડી. એ પછી તો તેણે ગાર્ડનમાં દોડવા જતી વખતે અને જિમમાં વર્કઆઉટ કરતી વખતે પણ પાછા પગે દોડવાનું શરૂ કરી દીધું. એનાથી તેને ત્રણ ફાયદા થયા. સ્પીડમાં દોડવાની લાયમાં ઘૂંટણ અને પગમાં થતી ઇજાનું પ્રમાણ ઘ,ટી ગયું. બીજું. તેને દોડવાની વધુ મજા આવવા લાગીઅને ત્રીજું, અવળા દોડવાથી તેની ફિઝિકલ અને મેન્ટલ બન્ને ફિટનેસમાં બહુ ફાયદો થયો. શેન્ટેલનું કહેવું છે કે તે જયારે જિમમાં વર્કઆઉટ કરે કે રનિંગ ટ્રેક પર દોડવા જાય ત્યારે લોકો તેની સામે કુતુહલથી જોયા કરે છે. એટલું જ નહીં, હવે તો તેણે દર શનિવારે રેટ્રો રનર નામની કલબ શરૂ કરી છે. છેલ્લાં ૬ વર્ષમાં તેણે બેકવર્ડ રનિંગમાં એટલી માસ્ટરી કેળવી લીધી છે કે તેને બ્રિટનની ફાસ્ટેસ્ટ બેકવર્ડ રનર કહેવામાં આવે છે. તાજેતરમાં એક મેરથોનમાં પણ તે હાફ-મેરથોન બેકવર્ડ દોડી હતી.

(3:32 pm IST)