Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

"આનું નામ પ્રેમ" : જાપાનની રાજકુમારી આયકો સામાન્ય યુવક સાથે લગ્ન કરશે : શાહી દરજ્જો છીનવાઈ જશે તેનો કોઈ રંજ નહીં

ટોક્યો: ભગવાન પછીનો બીજો દરજ્જો ધરાવતા જાપાનના રાજાની કુંવરી 27 વર્ષીય આયકો ને સામાન્ય નાગરિક તેવા યુવાન 32 વર્ષીય કેઈ મોરિયો સાથે પ્રેમ થઇ જતા તે 29 ઓક્ટો.ના રોજ તેની સાથે લગ્નગ્રંથિથી જોડાશે.

  જો કે આ લગ્નથી આયકોનો શાહી દરજ્જો છીનવાઈ જશે.પરંતુ તેનો તેને કોઈ રંજ નથી.જાપાનના કાયદા મુજબ રાજ પરિવારની કોઈ વ્યક્તિ સામાન્ય નાગરિક સાથે લગ્ન કરે તો તેનો શાહી દરજ્જો રદ થઇ જાય છે.અલબત્ત,રાજ પરિવાર તરફથી તેને 10 લાખ ડોલર (અંદાજે 6 કરોડ 85 લાખ રૂપિયા ) બોનસ તરીકે અપાશે.

(7:41 pm IST)