Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

આ છે વિશ્વની પ્રથમ ટ્રાન્સજેન્ડર બાર્બી ડોલ:જોઈને લાગશે સહુ કોઈને અચરજ

નવી દિલ્હી: દુનિયામા કોણ હશે જેને બાર્બી ડોલ પસંદ નહી હોય, દુનિયામાં ઘણા પ્રકારના રમકડા છે,પરંતૂ બાર્બી ડોલની વાત અલગ છે. હવે આ ડોલને અલગ રૂપ મળ્યુ છે તેમ કહી શકાય. રમકડા બનાવતી કંપની મેટલે વિશ્વની પ્રથમ ટ્રાન્સજેન્ડર બાર્બી ડોલ બનાવી છે. આ બાર્બી ડોલ પ્રખ્યાત અભિનેત્રી 'લાવર્ન કોક્સ'ની યાદમાં બનાવવામાં આવી છે. એમી વિજેતા લાવર્ન કોક્સ એક પ્રખ્યાત અભિનેત્રી હોવાની સાથે સાથે એક સામાજિક કાર્યકર પણ છે. તેમણે હંમેશા ટ્રાન્સજેન્ડરોના હિતમાં વાત કરી છે. તેમના સમર્પણને ધ્યાનમાં રાખીને, મેટલ કંપનીએ એક નવી બાર્બી ડોલ બનાવી છે. આ ડોલ અભિનેત્રીના 50 મા જન્મદિવસને ખાસ બનાવવા માટે બનાવવામાં આવી હતી. વિશ્વની પ્રથમ ટ્રાન્સજેન્ડર બાર્બી ડોલને તમે MattelCreations.com પર 40 ડોલરમાં ખરીદી શકો છો.MattelCreations.com વેબસાઇટ અનુસાર આ બાર્બી ડોલ બનાવવા પાઠળનો હેતુ લોકોને જાગૃત કરવાનો છે.

 

(6:19 pm IST)