Gujarati News

Gujarati News

News of Friday, 28th May 2021

જર્મનીમાં હવેથી 12 વર્ષથી પણ વધુ ઉંમરના બાળકોને વેક્સીન આપવામાં આવશે

નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીનો અંત લાવવા માટે વેક્સિનેશન અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. અત્યાર સુધી માત્ર વયસ્ક લોકોને જ કોરોનાની વેક્સિન આપવામાં આવતી હતી પરંતુ હવે અમેરિકા સહિત વિશ્વના અનેક દેશોમાં બાળકોને ફાઈઝરની વેક્સિન અપાઈ રહી છે. આ બધા વચ્ચે જર્મનીથી પણ એક સારા સમાચાર આવ્યા છે. આગામી મહિનેથી જર્મનીમાં પણ બાળકોને કોરોનાની વેક્સિન આપવામાં આવશે. જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલે આ અંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે, આગામી 7મી જૂનથી 12થી 15 વર્ષની ઉંમરના બાળકોને કોરોનાની વેક્સિન આપવામાં આવશે. આ તરફ યુરોપિયન મેડિસિન એજન્સીએ પહેલેથી જ 16થી 18 વર્ષની ઉંમરના બાળકોને કોવિડ-19 વેક્સિન આપવાની મંજૂરી આપી રાખી છે.

(5:58 pm IST)