Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

કાંગોના પૂર્વ ભાગમાં બળવાખોરના હુમલામાં ઓછામાં ઓછા 40 લોકોના મૃત્યુથી અરેરાટી

નવી દિલ્હી: કોન્ગોના પૂર્વ ભાગે આવેલા ઇરૂમુ પ્રદેશ પરના હુમલાખોર બળવાખોરોએ કરેલા હુમલાઓમાં ઓછામાં ઓછા ૪૦ લોકોના મોત થયા છે.એમટીએમ તરીકે જાણીતા અલાઇડ ડેમોક્રેટિક ફોર્સિસ અને ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા જૂથે ઇતુરિ પ્રાંતના સામ્બોકો, બાન્દાવિલેમ્બા અને વાલીઝ - વુકુરૂ પર હુમલા કર્યા હતા, એમ સેન્ટર ફોર ધી પ્રમોશન ઓફ પીસ, ડેમોક્રસી એન્ડ હ્યુમન રાઇટ્સે જણાવ્યું.હમણાંથી સમૂહમાં હુમલા કરવા લાગેલા બળવાખોરોએ એ માટે ધારિયાનો ઉપયોગ કર્યો હતો અને અન્નઉપરાંત અન્ય અમૂલ્ય ચીજોની લૂંટ ચલાવી હતી.

(6:18 pm IST)