Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

અમેરિકાના મિનેસોટામાં પોલીસ અધિકારીએ આફ્રિકી મૂળના અમેરિકન વ્યક્તિને ઘૂંટણની નીચે દબાવી દેતા તપાસ હાથ ધરાઈ+

નવી દિલ્હી: અમેરિકાના મિનેસોટામાં પોલીસ અધિકારીએ એક આફ્રીકી મૂળના અમેરિકન વ્યક્તિના ગળાને ઘૂંટણની નીચે ડબાવી મારી નાંખ્યો. તે વ્યક્તિના ગળાને ઘૂંટણ વડે ડબાવ્યા પછી પણ તેણે પોલીસને અપીલ કરી કે તે શ્વાસ લઈ શકતો નથી. છતાં પોલીસનું દિલ પીગળ્યું નહીં. યુવકની મોત પછી હજારોની સંખ્યામાં લોકોએ મિનિયાપોલીસની સામે રસ્તાઓ પર ઉતરીને પ્રદર્શન કર્યું. આ મામલામાં અત્યાર સુધીમાં 4 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જમીન પર સૂતેલા 46 વર્ષીય જ્યોર્જ ફ્લોઇડે ઘણીવાર પોલીસકર્મીઓને કહ્યું કે, તે શ્વાસ લઈ શકતો નથી. હવે આ મામલે તપાસ FBI કરી રહી છે. વીડિયો વાયરલ થયા પછી પોલીસ અધિકારીઓને લોકો ખૂબ ખરી ખોટી સંભળાવી રહ્યા છે.

(6:16 pm IST)