Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

કોરોનાના કારણોસર આ કંપનીએ પોતાના 12હજાર કર્મચારીઓને છુટા કરવાનો નિર્ણય કર્યો

નવી દિલ્હી: કોરોના વાયરસને કારણે દુનિયાભરના જુદા જુદા સેક્ટર આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે. જેના કારણે મોટી સંખ્યામાં લોકો બેરોજગાર બની રહ્યા છે. સર્વિસ સેક્ટરમાંથી અલગ અલગ વિભાગના કેટલાય લોકોની નોકરીઓ જોખમમાં મૂકાઈ ગઈ છે. તો કેટલાક લોકોને નોકરીમાંથી અંતિમ તારીખ પણ મળી હશે. આ માહોલ વચ્ચે એવિએશન સેક્ટરમાં બોઈંગે પોતાના 12 હજાર કર્મચારીઓને છૂટા કરવાનું એલાન કર્યું છે.

વિમાન બનાવતી આ કંપની અમેરિકાની છે અને કંપનીએ કહ્યું હતું કે, આ અઠવાડિયે તે 6770 કર્મચારીઓ જેઓ કંપનીમાં કામ કરે છે એને છૂટા કરશે. આ સિવાય પણ 5552 કર્મચારીઓને સ્વૈચ્છિક રીતે નોકરી છોડવાનો વિકલ્પ પસંદ કર્યો છે. આ સાથે કંપની બીજા પણ કેટલાક લોકોને છૂટા કરી શકે છે. બોઈંગ કંપનીના કુલ કર્મચારીઓની સંખ્યા 160,000 છે. હવે કંપનીએ નક્કી કર્યું છે કે, તે 10 ટકા કર્મચારીઓની છટણી કરશે. કોરોના વાયરસને કારણે અનેક ક્ષેત્રને જે ફટકો પડ્યો છે એમાંથી એવિએશન સેક્ટરમાં આ ઘટનાને સૌથી મોટી છટણી માનવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી કંપનીની આર્થિક સ્થિતિ સારી રહી ન હતી.

(6:15 pm IST)