Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

બેનના લગ્નમાં જતા બે ભાઇ અને માતાના મૃત્યુ

ડ્રાઇવરને ઝોંકુ આવી ગયુઃ પરિવારમાં આંતક

ઇટાવા : બકેવર પોલીસ સ્ટેશનની હદમાં બુધવારે સવારે ચાર વાગ્યે થયેલા રોડ એકસીડન્ટમાં ત્રણના મોત થયા હતા. જ્યારે અન્ય પાંચ ઘાયલ થયા છે. આ બધા બોલેરોમાં છત્તીસગઢના રાજનંદગાંવ થી કાસગંજ લગ્નમાં જઇ રહ્યા હતા. અકસ્માત કાનપુર આગ્રા હાઇવે પર થયો હતો. મૃતકોમાં  માં રેખાદેવી અને તેના બે પુત્રો પંકજ (૧૮) અને બંટી (૧૩)  બન્નભાઇઓ તેની બહેન માટે લગ્નમાં જઇ રહ્યા હતા.

ઇટાવાના પોલિસ વડા ઓમવીર સિંહે જણાવ્યું કે આ ગમખ્વાર ઘટના બુધવારે સવારે ૪ વાગ્યે થઇ હતી. અકસ્માત પાછળનું પ્રાથમિક કારણ બોલેરોના ચાલકને ઝોંકુ આવી ગયાનું જણાઇ રહ્યું છે. ઘાયલોને જીલ્લાની ડો. ભીમરાવ આંબેડકર સરકારી હોસ્પીટલમાં દાખલ કરાયા છે.

(2:53 pm IST)