Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

છીંક, ઉધરસના વાઈરસ ૨૦ ફૂટ દૂર ફેલાઈ શકે છે

લોસ એન્જલસ, તા.૨૮: જુદા જુદા વાતાવરણમાં છીંક, ઉધરસના વાઈરસ ૨૦ ફૂટ દૂર સુધી ફેલાઈ શકે છે એમ જણાવતાં વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે ઠંડા અને ભેજવાળા વાતાવરણમાં કોરોના વાઈરસ ત્રણગણી ઝડપે ફેલાઈ શકે છે.

અમેરિકાની યુનિવર્સિટી ઓફ ફલોરિડા સહિતના સંશોધકોના જણાવ્યાનુસાર ઉધરસ કે છીંક ખાવાને કારણે ઉડતા સૂક્ષ્મ ટીપાં મારફતે વાઈરસ ૨૦ ફૂટ દૂર સુધી ફેલાઈ શકે છે અને આ બાબત છ ફૂટ સુધીનું સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાના હાલના નિયમને અધૂરો અને અપૂરતો ઠેરવે છે. અગાઉના સંશોધનને આધારે તેમણે કહ્યું હતું કે છીંક, સામાન્ય વાતચીત અને ઉધરસને કારણે ૪૦,૦૦૦ જેટલાં સુક્ષ્મ ટીપાં પેદા થાય છે જે પ્રારંભિક અમુક મીટરથી લઈને ૧૦૦ મીટર પ્રતિસેકન્ડની ઝડપે ફેલાય છે.

(10:33 am IST)