Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

ચીનમાં મેટ્રો સુરંગ ઘસવાથી 3ના મોત: 2 લાપતા

નવી દિલ્હી: ચીનના શૈનડોગ પ્રાંતના કિંગદાઓમાં મેટ્રો સુરંગ નિર્માણ સ્થળોના ઘસવાથી ત્રણ મજૂરોના મોત નિપજ્યા છે તેમજ 2 લોકો લાપતા હોવાની માહિતી મળી રહી છે કિંગદાઓ મેટ્રો પરિયોજનાનું કામ કરનાર લોકોએ આ માહિતી આપી હોવાની માહિતી મળી રહી છે. મેટ્રો લાઈન પર ચાર નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું ત્યારે સાંજના સમયે  અચાનક સુરંગ ધસી પડી હતી જેમાં પાંચ લોકો સુરંગની અંદર કામ કરી રહ્યા હતા.

(6:24 pm IST)