Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

આયર્લેન્ડમાં ગર્ભપાત કાનૂન ખતમ થયો

નવી દિલ્હી:આયર્લેન્ડમાં રહેલ ગર્ભપાત રોધી કાનૂનને હટાવવા માટે કરવામાં આવેલ જનમત સંગ્રહમાં કુલ 66.4 ટકા લોકોએ તેના પક્ષમાં વોટ કર્યો છે રીટનીંગ ઓફિસર બૈરી રૈયાને જણાવ્યું હતું કે કુલ 33.6 ટકા મતદાતાઓએ હાજર ગર્ભપાત કાનૂન પક્ષમાં મત આપ્યો હતો આ કાનૂનને સ્થાનિક નાગરિકોમાં આઠમા સંશોધનના રૂપમાં જાણવામાં આવે છે જેની હેઠળ દેશમાં ગર્ભપાત પ્રતિબંધિત છે.

(6:59 pm IST)
  • રાજકોટ નેશનલ હાઈવે પર આવેલ ભૂણાવા ગામ સ્થિત વાઘેશ્વર મહાદેવના મંદિર પાસે મોડી રાત્રે કોઈ અજાણ્યા શકશો નવજાત બાળકને તરછોડી અને ભાગી છૂટ્યા : ગોંડલ બાલાશ્રમના ચેરમેન સહિતના કર્મચારીઓએ આ નવજાત બાળકને હોસ્પિટલમાં દાખલ કર્યું : પોલીસે વધુ તપાસ હાથ ધરી છે access_time 8:34 am IST

  • પાકિસ્તાનના સિંધ પ્રાંતની એસેમ્બલીએ હિન્દૂ વિધવા મહિલાઓને બીજા લગ્ન કરાવાનો અધિકાર આપ્યો :હિન્દૂ મહિલાઓ તેના પતિના મૃત્યુના છ મહિનામાં બીજા લગ્ન કરી શકશે :તે લગ્ન ખતમ કરવાની અરજી પણ આપી શકશે : આ પહેલા અલ્પસંખ્યક મહિલાઓ,વિધવાઓ અને છૂટાછેડા લીધેલીને કાનૂની રીતે બીજા લગ્ન કરવાની અનુમતિ નહોતી access_time 1:13 am IST

  • ગુજરાત બોર્ડ દ્વારા ધો. 10નું પરિણામ સવારે 5 વાગ્યે બોર્ડની વેબસાઈટ www.gseb.org તથા www.gipl.net પર જાહેર કરાયું : બોર્ડ દ્વારા સવારે વેબસાઈટ પર પરિણામ જાહેર કરાયા બાદ માર્કશીટ પણ સોમવારે જ આપી દેવાનું આયોજન : ધો.10ની માર્કશીટનું વિતરણ જિલ્લાના વિતરણ સ્થળોએ સવારના 11 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી કરવામાં આવશે : જે-તે સ્કૂલોએ વિતરણ સ્થળોએથી માર્કશીટ મેળવી લઈ વિદ્યાર્થીઓને આપવાની રહેશે. access_time 8:19 am IST