Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

ચીને 50 કરોડ ડોલરના કર્જાના મામલે પાકિસ્તાનને રાહત આપી

નવી દિલ્હી: ચીને પાકિસ્તાનને આપેલ 50 કરોડ ડોલર કર્જની શરતમાં  છૂટ આપવા પર સહમતી જણાવી છે આ એવા સમયમાં થયું જયારે પાકિસ્તાનના વિદેશી મુદ્રા ભંડાર છેલ્લા પાંચ વર્ષમાં 44 અરબ ડોલર કર્જ લેવા છતાં પણ સારી હાલતમાં હતું પાકિસ્તાનની સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પીપલ્સ ઓફ બેન્ક ચાઈનાએ સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાનની પાસે જૂન 2012માં 50 કરોડ ડોલર જમા કરાવ્યા હતા આ કર્જો આ વર્ષે જૂનના પ્રથમ અઠવાડિયામાં પૂર્ણ થવાનો હતો પરંતુ ચીને તેની પરિપક્વ અવધિને એક વર્ષ માટે વધારવાની સહમતી આપી છે. 

 

(6:58 pm IST)
  • પાકિસ્તાની કાકલુદી બાદ ચીને નિભાવી દોસ્તી :પાકિસ્તાનને અપાયેલા 50 કરોડ ડોલરના લોનની શરતોમાં ચીને આપી છૂટછાટ આપવા સહમત ;આ એ સમયે રાહત આપી છે જયારે પાકિસ્તાનનું વિદેશી મુદ્રા ભંડાર છેલ્લા પાંચ વર્ષમાં 44 અબજ ડોલરના કર્જ લેવા છતાં કથળ્યું છે access_time 1:04 am IST

  • ભૂકંપની અફવાથી બિહારના રેલવે સ્ટેશને ભાગદોડમાં 56 લોકો ઘાયલ :બિહારના નાલંદાના બિહારશરીફ રેલવે સ્ટેશને એક વિદ્યાર્થીએ ભૂકંપની અફવા ફેલાવતા ભાગદોડ મચી :સ્ટેશન પર આઈટીઆઈ પરીક્ષામાં સામેલ થવા અલગ અલગ જિલ્લામાંથી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં રેલવે સ્તએહ્સને હતા ત્યારે મોડીરાત્રે 2 વાગ્યે કેટલાક અવાજો આવતા સુતેલા છાત્રોને ભૂકંપ ભૂકંપ એવું જોરશોરથી કહેતા લોકો ભાગવા લાગ્યા હતા. access_time 11:45 pm IST

  • કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીના નવા ચૂંટાયેલા વિધાનસભ્ય એસ. એન. ગૌડાનું રોડ અકસ્માતમાં મૃત્ય : ગોવાથી બાગલકોટ જતા હતા ત્યારે એમની કારને નડ્યો ગંભીર અકસ્માત access_time 9:00 am IST