Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

ઉતરી અફઘાનિસ્તાનમાં આતંકીઓ અને સેના વચ્ચે સંઘર્ષમાં 8 આતંકવાદીઓના મૃત્યુ:10 સૈનિકો શહિદ

નવી દિલ્હી:એક તરફથી કોરોનાએ આખી દુનિયામાં લોકોને પરેશાન કરી દીધા છે ત્યારે ઇસ્લામિક આતંકવાદીઓએ ઉતરી અફઘાનિસ્તાનમાં લોકોને જીવવાનું મુશ્કેલ કરી દીધું છે. અહીંયાના લોકો જેટલા કોરોનાથી નથી ડરતા એટલા તો આ આતંક્વાદીઓથી ડરે છે. આ મામલે ઉતરી અફઘાનિસ્તાનમાં સૈનિકો અને આતંકવાદીઓ વચ્ચે શનિવારના રોજ થયેલ સંઘર્ષમાં 8 આતંકવાદીઓના મૃત્યુ નિપજ્યા છે તેમજ 10 સૈનિકો શહીદ થયા હોવાનું જાણવામાં આવી રહ્યું છે. આ હુમલો ઉતરી બદાખશાહ પ્રાંતમાં જુર્મ જિલ્લામાં દારા-એ-ખોટસ્ક લોકેલીટીમાં તાલિબાની આતંકવાદીઓએ અફઘાન નેશનલ ડિફેંસ ફોરના સુરક્ષા સ્થાન પર કર્યો હતો.

(6:08 pm IST)