Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

કોરોના વાયરસના પરીક્ષણ માટે એબોટ વિકસાવી રહ્યું છે નવું પ્લેટફોર્મ

નવી દિલ્હી: કોરોના વાયરસનાં પરીક્ષણ માટે એબોટ એક પ્લેટફોર્મ વિકસાવી રહ્યું છે જેના દ્વારા 5 મિનિટમાં પરીક્ષણ કરી શકાશે. આ એક પોર્ટેબલ ઇન્સ્ટ્રુમેન્ટ છે જેને કોઈપણ સ્થળે તૈનાત કરી શકાય છે. એબોટનાં ટેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટથી કોરોનાનાં કેસનાં પરીક્ષણમાં ઝડપ આવશે તેમ નિષ્ણાતોનો મત છે. વર્તમાન સમયે જ્યાં આ પોર્ટેબલ ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર હશે ત્યાં તેને કાર્યરત કરવામાં આવશે. આ ટેસ્ટર કદમાં નાના હોવાને કારણે તેનો ઉપયોગ વધુ બિન-પરંપરાગત સ્થળોએ થઈ શકે છે જ્યાં લોકો તેમના પરિણામોને મિનિટોમાં મેળવી શકે છે.

એબોટ આગામી અઠવાડીયાથી કોરોના વાઇરસ ટેસ્ટ પોર્ટેબલ ઇન્સ્ટ્રુમેન્ટનું ઉત્પાદન શરૂ કરશે. કંપનીનાં જણાવ્યાં અનુસાર દૈનિક ધોરણે 50,000થી વધુ ટેસ્ટ કીટનું ઉત્પાદન કરાશે. COVID-19 તપાસ માટે એફડીએ દ્વારા ઇમરજન્સી યુઝ ઓથોરાઇઝેશન પ્રાપ્ત કરવાની આ કંપનીની બીજી કસોટી છે; સંયુક્ત રીતે એબોટ દર મહિને લગભગ 5 મિલિયન ટેસ્ટ કીટનું ઉત્પાદન કરે તેવી અપેક્ષા છે.

(6:06 pm IST)