Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

કોરોનાને લઈને સર્બિયામાં કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો

નવી દિલ્હી: કોરોનાને લઈને આખા સર્બિયા દેશમાં કર્ફયુ લાગ્યો છે અને હેલ્થ એડવાઈઝરીના નિયમોનું કડકાઈથી પાલન કરાવવામાં આવી રહ્યું છે, અહીં ત્રણ લોકોએ સેલ્ફ આઈસોલેશનનો નિયમ તોડતા તેમને જેલ ભેગા કરવામાં આવ્યા હતા.

                અહીં વિદેશથી આવેલા ત્રણ નાગરિકોએ આઈસોલેશનનો ભંગ કરતા કોર્ટે તેમને ત્રણ વર્ષની જેલની સજા સંભળાવી હતી. સાર્બિયામાં જે લોકો સેલ્ફ આઈસોલેનનું વ્યવસ્થિત પાલન નથી કરતા તેમની સામે કેસ કરી કામ ચલાવવાનું શરૂ થયું છે. સર્બીયાએ કોરોનાને પગલે પુરા દેશમાં કટોકટી જાહેર કરી છે.

(6:04 pm IST)