Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

તલવાર શેપની રોજબરોજની ચીજો દ્વારા તમને હીરોની અનુભૂતિ કરાવે છે આ કંપની

નવી દિલ્હી,તા.૨૮: બાળપણની રમતમાં તલવારથી લડાઈ કરવાની લગભગ દરેક જણને મજા આવતી હશે એમાં કોઈ બેમત નથી. હવે એક કંપની હીરોઝ આર્મરીએ આ કલ્પનાને વાસ્તવિક રૂપ આપવાનો પ્રયાસ કર્યો છે. હીરોઝ આર્મરી નામની એક ઓનલાઇન કંપની બ્લેડથી માંડીને પૌરાણિક શસ્ત્રો જેવા આકારની ચીજો તૈયાર કરી રહી છે.

બ્રાયન હર્મનસેનને ૨૦૧૫માં આ વિચાર આવ્યો હતો. બ્રેન્ડ અને પ્રોડકટ કન્સલ્ટિંગ એજન્સી માટે કામ કરતા બ્રાયનને તૂટેલી તલવાર ચાવી જેવી જ લાગી અને તેમણે એ દિશામાં વિચારવાનું અને કામ કરવાનું શરૂ કર્યું.

તલવાર આકારની ચાવી બનાવવાનું ઠરાવ્યા પછી બ્રાયને કી આર્મરીની સ્થાપના કરી એને વ્યવસાયમાં ફેરવવાનો નિર્ણય કર્યો. પ્રારંભમાં ૧૦ ચાવીની ડિઝાઇન્સ બનાવી અને એ પછી ૨૦૧૭માં ચાવી આકારનાં કફલિંકસ, યુએસબી ડ્રાઇવ્ઝ, બોટલ-ઓપનર જેવી ચીજો બનાવવાનું શરૂ કર્યું તેમ જ ગીકી સાથે જોડાણ કરી ટાઇ આકારની કિલપ્સ બજારમાં મૂકી. કંપનીનું નામ હીરોઝ આર્મરી કરાયું. મૌલિક ડિઝાઇન્સ ઉપરાંત હીરોઝ આર્મરી મૂવીઝ અને વિડિયો-ગેમ્સના લોકિપ્રય શસ્ત્રોના આકારની ચાવી પણ બનાવે છે.

(2:38 pm IST)