Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

નાઈજીરિયા પહોંચ્યો કોરોના વાયરસ:ઇટલીના શખ્સને થઇ અસર

નવી દિલ્હી:આખા વિશ્વમાં હાલમાં કોરોના વાયરસના કારણોસર ખુબજ પરિસ્થિતિ બગડી ગઈ છે ત્યારે ચીનથી આવેલ આ ચેપી રોગ ધીરે ધીરે બધા જ દેશોમાં ફેલાઈ રહ્યો છે હવે નાઇજીરિયામાં પણ આ રોગ ફેલાઈ ગયો છે શુક્રવારના રોજ નાઈજિરીયાના સ્વાસ્થ્ય મંત્રીએ પોતના દેશના પ્રથમ કોરોનના કેસ વિશે માહિતી આપી છે.

સ્વાસ્થ્ય મંત્રીએ ટ્વીટ કરતા જણાવ્યું છે કે નાઈજિરીયાના લાગોસ પ્રાંતમાં પ્રથમ ઘટના બની છે અને તે ઇટલીના એક શખ્સની  સાથે બની જે નાઇજીરિયામાં કામ કરે છે 25 ફેબ્રુઆરીના રોજ ઇટલીના મિલાનથી નાઈજિરીયાના લાગોસ તે પરત ફર્યો હતો.

(6:35 pm IST)