Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

ફોટોગ્રાફીના શોખને લઈને દુલહનના કપડાં પહેરીને આ યુવતી ફરી આવી 50 દેશમાં

નવી દિલ્હી: લગ્નમાં પહેરાતા કપડાનો ઉપયોગ મોટાભાગના લોકો એક જ વાર કરે છે. ત્યારપછી આ કપડા કબાટની જ શોભા વધારે છે. પરંતુ કેટલાક લોકો એવા પણ છે જે પોતાના વેડિંગ ડ્રેસને લઈ કંઈક અલગ જ વિચારતા હોય છે. આવી જ એક યુવતી છે જેનિફર સાલવેજ. તેણે પોતાના વેડિંગ ડ્રેસને લઈને અલગ જ પ્લાન હતો. જેફ અને જેનિફર બંને ફરવાના શોખીન હતા. તેમણે નક્કી કર્યું હતું કે તે લગ્ન કર્યા પછી દુનિયાભરનો પ્રવાસ કરશે. તેમએ પોલિનેશિયામાં લગ્ન કર્યા અને 2008માં આલ્પ્સ અને ચીનથી પોતાના લગ્ન જીવનની શરુઆત કરી.

જેફને ફોટોગ્રાફીનો પણ શોખ છે જેથી જ્યારે પણ જેનિફર પોતાના લગ્નના કપડા ફરીવાર પહેરતી ત્યારે તે ફોટો ક્લિક કરો. તેઓ વર્ષમાં બે વાર ફરવા જતાં. લગ્નના 12 વર્ષમાં બંનેએ 50 દેશ ફર્યા અને આ બધી જ યાત્રા દરમિયાન જેનિફર તેનો વેડિંગ ડ્રેસ જ પહેરતી. તેણે આ ડ્રેસમાં સ્વીમિંગ કર્યું, હાઈકિંગ, ઘોડેસવારે, સ્લેજિંગ બધું જ કર્યું હતું. જેફએ અત્યાર સુધીમાં જેનિફરના 300થી વધુ ફોટોશૂટ કર્યા હતા. જેફ કહે છે કે આ રીતે તે બંને એકબીજા સાથે ખાસ સમય પસાર કરે છે.

(6:34 pm IST)