Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

ફ્રાંસમાં બિલ્ડિંગમાં આગ ભભુકતા અફડાતફડી:5ના મૃત્યુ

નવી દિલ્હી:ફ્રાંસના સ્ટ્રાસબર્ગમાં  ગૃરૃવારના રોજ એક બિલ્ડિંગમાં આગ ભભુકતા અફડાતફડી મચી જવા પામી છે જેના કારણોસર પાંચ લોકોના મૃત્યુ નિપજ્યા છે તેમજ અન્ય સાત લોકોને ગંભીર રીતે ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે  નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી  રહ્યું છે કે  સ્થાનિક સમયાનુસાર 1વાગ્યાને 16 મિનિટની આસપાસ બિલ્ડિંગમાં આગ લાગવાની સૂચના મળી હતી જેના પછી  ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો તેમજ 23 લોકોને બચાવી લીધા હતા.

(6:33 pm IST)