Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

સીરિયામાં હવાઈ હુમલામાં તુર્કીના 33થી વધુ સૈનિકોના મૃત્યુ

નવી દિલ્હી: સીરિયાના ઉત્તર-પશ્મિમી ઈદબિલ પ્રાંતમાં સેનાએ એરસ્ટ્રાઈક કરી છે. જેમાં તુર્કીના 33થી વધુ સૈનિકના મોત નિપજ્યા છે. એક તરફ શરણાર્થી સંકટની આશંકા છે. બીજી તરફ તુર્કી પણ હવે સીરિયાઈ સૈનિકો વિરુદ્ધ જવાબી કાર્યવાહીમાં જોડાઈ ગયું છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસએ બન્ને દેશને યુદ્ધવિરામની અપીલ કરી છે.

સીરિયાની સેનાને રશિયન સેનાનું સમર્થન છે. સીરિયા ઈદબિલને વિદ્રોહિયોના કબજામાંથી છોડાવવા પ્રયાસ કરી રહ્યું છે. જ્યારે બીજી તરફ વિદ્રોહીયોને તુર્કીનું સમર્થન છે. સીરિયાના અધિકારીઓએ હુમલા મામલે હજુ સુધી કોઈ માહિતી આપી નથી. એરસ્ટ્રાઈક બાદ રાષ્ટ્રપતિ રેજેપ તૈયપ અર્દોગને અંકારમાં તાત્કાલીક ઉચ્ચર સ્તરીય બેઠક બોલાવી છે.

(6:32 pm IST)