Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

ખગોળશાસ્ત્રીઓએ પૃથ્વીનું પરિભ્રમણ કરતો નાનો ચાંદ શોધી કાઢવાનો દાવો કર્યો

નવી દિલ્હી: અમેરિકાની નેશનલ એરોનોટિકસ એન્ડ સ્પેસ અડમિનિસ્ટ્રેશન (નાસા)ની આર્થિક સહાયથી એરિઝોનામાં હાથ ધરાયેલા કેટલિના સ્કાય સર્વેના સંશોધનકાર કેસ્પર વિર્ઝચોસ અને ટેડી ફ્રિયને અંદાજે ૧.૯થી ૩.૫ મીટર (આશરે ૬ થી ૧૧ ફટ)નો અવકાશી પદાર્થ શોધ્યો હોવાનો દાવો કર્યેા હતો. મંગળ અને ગુની કક્ષાની વચ્ચેના સી-ટાઇપ લઘુગ્રહનું નામ ૨૦૨૦ સીડીથ્રી રખાયું છે.

ખગોળશાક્રીઓએ જણાવ્યું હતું કે કેટલિના સ્કાય સર્વે દ્રારા અગાઉ ૨૦૦૬ આરએચ-૧૨૦ લઘુગ્રહ શોધ્યો હતો અને તે પછી હવે પૃથ્વીનું પરિભ્રમણ કરતો આ બીજો લઘુગ્રહ શોધી કઢાયો છે. સ્મિથસોનિયન એસ્ટ્રોફિઝિકલ આબ્ઝર્વેટરીના માઇનર પ્લેનેટ સેન્ટરે જણાવ્યું હતું કે પૃથ્વીના ગુત્વાકર્ષણને લીધે કોઇ લઘુગ્રહ નજીક આવ્યો હોવાની શકયતા નકારી ન શકાય.

(6:31 pm IST)