Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

પોલેન્ડમાં 25 વર્ષીય મોડેલને ટેટુ કરાવવું ભારે પડ્યું:આંખમાં બ્લેડ વાગી જતા આવ્યો અંધાપો

નવી દિલ્હી: પોલેન્ડમાં 25 વર્ષીય મોડેલ પોતાની આંખની કીકી પર બ્લેક કલરની ડાઈ કરાવવા માટે ટેટૂ આર્ટિસ્ટ સાથે ગઈ હતી, ટેટૂ આર્ટિસ્ટની એક ભૂલને લીધે તે બંને આંખે અંધ થઈ ગઈ છે. એલેકસાન્દ્રા સેડોવ્સ્કા વેસ્ટ પોલેન્ડના વ્રોક્લો શહેરની રહેવાસી છે. થોડા સમય પહેલાં તેણે પોતાની આંખોની કીકીને બ્લેક કલરની કરાવવાનું વિચાર્યું હતું. માત્ર કીકી જ નહીં પણ તેને આંખનો સફેદ ભાગ પણ બ્લેક કરાવવો હતો. 25 વર્ષીય મોડેલે ટેટૂ આર્ટિસ્ટ સાથે આંખ બ્લેક કરાવી દીધી. થોડા દિવસ પછી તેને અચાનક આંખમાં દુખાવો ઉપડ્યો તે ટેટૂ આર્ટિસ્ટને બતાવવા પણ ગઈ પણ તેણે કહ્યું કે, આ નોર્મલ છે થોડા દિવસમાં સારું થઈ જશે. સ્થાનિક મીડિયાએ ટેટૂ આર્ટિસ્ટનું નામ પિચોતેર જણાવ્યું છે. થોડા જ દિવસમાં પરિસ્થિતિ નોર્મલ થવાને બદલે તેણે જમણી આંખનું વિઝન ગુમાવ્યું. ડોક્ટરે તપાસ બાદ જણાવ્યું કે, હવે આંખનો કોઈ ઈલાજ શક્ય નથી. ટૂંક સમયમાં ડાબી આંખની પરિસ્થિતિ પણ આવી જ થશે.

(6:31 pm IST)